Proverbs 9

1જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે.
તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢ્યા છે;
2તેણે પોતાનાં પશુઓ કાપ્યાં છે અને દ્રાક્ષારસ મિશ્ર કર્યો છે;
તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે.

3તેણે પોતાની દાસીઓને મોકલીને

ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે:
4“જો કોઈ મૂર્ખ હોય, તે અહીં અંદર આવે!”
અને વળી બુદ્ધિહીન લોકોને તે કહે છે કે,

5આવો, મારી સાથે ભોજન લો

અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષારસ પીઓ.
6હે મૂર્ખો તમારી હઠ છોડી દો અને જીવો;
બુદ્ધિને માર્ગે ચાલો.

7જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે,

જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તેને બટ્ટો લાગે છે.
8ઉદ્ધત માણસને ઠપકો ન આપો,
નહિ તો તે તમારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે.
9જો તમે જ્ઞાની વ્યક્તિને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે;
અને ન્યાયી વ્યક્તિને શિક્ષણ આપશો તો તેના ડહાપણમાં વૃદ્ધિ થશે.

10યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે,

પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે.
11ડહાપણને લીધે તારું આયુષ્ય દીર્ઘ થશે,
અને તારી આવરદાનાં વર્ષો વધશે.
12જો તું જ્ઞાની હોય તો તે તારે પોતાને માટે જ્ઞાની છે,
જો તું તિરસ્કાર કરીશ તો તારે એકલા એ જ તેનું ફળ ભોગવવાનું છે.”

13મૂર્ખ સ્ત્રી ઝઘડાખોર છે

તે સમજણ વગરની છે અને તદ્દન અજાણ છે.
14તે પોતાના ઘરના બારણા આગળ બેસે છે,
તે નગરના ઊંચાં સ્થાનોએ આસન વાળીને બેસે છે.
15તેથી ત્યાંથી થઈને જનારાઓને
એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે બોલાવે છે.

16“જે કોઈ મૂર્ખ હોય, તેે વળીને અહીં અંદર આવે!”

અને બુદ્ધિહીનને તે કહે છે કે.
17“ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે,
અને સંતાઈને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ લાગે છે.”
પરંતુ એ લોકોને ખબર નથી કે તે તો મૃત્યુની જગ્યા છે,
અને તેના મહેમાનો મૃત્યુનાં ઊંડાણોમાં ઊતરનારા છે.
18

Copyright information for GujULB